ઈસબગોલ બીજ





ઈસબગોલ બીજ એક  ખેત પેદાશ છે. દાણો પાક્યા પછી તેના ઉપર એક પડ એવું બને છે જે ૧૦૦% ફાઈબર છે. તથા પલળ્યા પછી સરકવાનો ગુણ ધરાવે છે. આજ ઉપર નું પડ જયારે છૂટું કરવામાં આવે છે તેને સત ઈસબગોલ કહેવામાં આવે છે. જે આપણે કબજિયાત તથા કેલેસ્ટ્રોલ ધટાડવા વિગેરે માં વાપરીએ છીએ. સત ઈસબગોલ સીડ ને પણ કબજિયાત દૂર કરવા વાપરી શકાય છે. ફક્ત તેનું પ્રમાણ વધારે એટલે કે લગભગ સત ઈસબગોલથી દોઢું અથવા બમણું હોવું જોઈ એ. ઈસબગોલ સીડ પાણીમાં પલાળી ને મૂકી રાખવાથી તેના તેના દાણા ચીકણા થઈ જાય છે. એક ગ્લાસ પાણીમાં ચમચી લગભગ ૧૦ ગ્રામ ૧૦ થી ૧૫ મિનિટ પલાળી પાણી સાથે લેવું  જમ્યા પછી રાતે સૂતી વખતે આપણા શરીરને અનુકૂળ આવે તેમ.

મોટા ભાગે ઘણા લોકોના આંતરડા અને જઠર સહેજ મોટું થવાથી તેનો સ્થિતિ સ્થાપકતા નો ગુણ ઘટી જાય છે. ઈસબગોલ સીડ સત ઈસબગોલથી વજન માં ભારે તથા ચીકણું હોવાથી તે પોતેજ પોતાના વજનના કારણે નીચે આસાનીથી સરકે છે. જેથી તે ઘણા લોકોને માફક આવે છે. પોતે પ્રયોગ કરી પ્રમાણ નક્કી કરવું.


સત ઈસબગોલ અને ઈસબગોલ સીડમાં શું તફાવત છે.?

                              ઈસબગોલ સીડ                                             સત ઈસબગોલ                
. વજનદાર છે.
. વજન ઓછું છે
. પાણી પીવાની ક્ષમતા ૧૦ ગણી કે તેથી ઓછી 
   છે સંતૃપ્તાવસ્થામાં
. પાણી ગ્રહણ કરવાની ક્ષમતા વધારે છે. લગભગ
   તેનો વજનના ૩૦ થયો ૪૦ ગણી 
   સંતૃપ્ત  અવસ્થામાં
. ઈસબગોલ સીડ પોતે વજનદાર હોવાથી પાણી 
   ગ્રહણ કાર્ય પછી તે ઝડપથી નીચે સરકે છે 
    (પોતાના વજનના કારણે ) પલળ્યા પછી 
   લોહીમાં ખુબજ ઓછો જાય છે.
. વજનમાં હલકું હોવાથી નીચે સરકવામાં 
   થોડું ઓછું પ્રેસર કરે છે પરંતુ તેજ પાણીમાં
    ઓગાળી લોહીમાં વધુ  પ્રમાણમાં જાય છે
. ઈસબગોલ સીડ દરેક ખોરાક સાથે કે તે 
   પછી લઇ શકાય છે અને તે કબજિયાત  
   ઉપર વધારે અસરકારક છે. પ્રમાણ એક ટંકે 
   લગભગ ૧૦ ગ્રામ શરીરની પ્રકૃતિ અનુસાર
. સત ઈસબગોલ કોઈ વખતે કબજિયાત 
  પર ધાર્યું પરિણામ આપતું નથી લગભગ 
  રાત્રે પાણી કે દૂધ સાથે વધુ અનુકૂળ આવે છે
  શરીર ની પ્રકૃતિ અનુસાર.
. ઈસબગોલ સીડની કોઈ ખરાબ ઇફેક્ટ
   હજુ સુધી ધ્યાનમાં આવી નથી .
. સત ઈસબગોલ ક્યાંક અનુકૂળ ના 
    આવાની ફરિયાદો મળેલ છે.
૬. શરદી કે નાક વહેવાની તથા કફની
   કોઈ ફરિયાદ આવી નથી.
૬. સત ઈસબગોલ ખાવાથી ઘણાને
    શરદીથી નાક વહેવાની તથા કફની 
    ફરિયાદ આવે છે.  

Popular posts from this blog

इसबगोल बीज